ઓળખાણ ક્યાં હતી તમારી ને મારી...આ તો કુદરતે એકબીજાને ભલામણ કરી..!
સાવ નાનકડું ગામડું. આપણા અમદાવાદની એકાદી મોટી સોસાયટી જેટલી જ વસ્તી. ત્યાં અમદાવાદની જેવી મોટી મોટી હોસ્પિટલ તો ક્યાંથી હોય? અમદાવાદમાં જનરલ હોસ્પિટલમાં રોજના 200-500 ડોક્ટરો વિઝિટ પર આવતા હોય. આ ગામડામાં સાત દિવસમાં એક વાર ડોક્ટર દેખાય. એ પણ બહાર ગામથી આવે. આપવાની સારવાર, કરવાની સેવા અને લેવાના આશીર્વાદ. શહેર કરતાં ગામડામાં બધું જુદું. આપણને સમજતાં જરા વાર લાગે.
ડો. મનુભાઈ આવા જ એક સાપ્તાહિક દિવસે દર્દીઓનો મેળો ભેગો કરીને બેઠા હતા. જેવી દર્દીની ઉંમર એવું સંબોધન. દાદા, ભાભા, આતા, કાકા, ભાઈ, બેટા, માડી, દીકરી અને બહેન, આ બધાં દર્દીઓનાં સંબોધન પણ હતાં અને સગપણ પણ. એક સત્તરેક વર્ષની દીકરી આવી. ‘બોલ બેટા! શું તકલીફ છે? તાવ, ઉધરસ, શરદી, ઝાડા?’ ડોક્ટરે પૂછ્યું. વનિતા શરમાઈ ગઈ. બોલી ન શકી. ડો. મનુભાઈ પાંસઠ વર્ષના વડીલ હતા. એ સમજી ગયા. એમણે બારણાં પાસે ઊભેલી અને આયાની ભૂમિકા અદા કરતી ગામની શાળાની પટાવાળી બાઈને હાક મારીને બોલાવી, ‘શારદા, અંદર આવ તો બે’ન! જો તો આ દીકરી શું કહે છે?’
શારદા દોડી આવી. વનિતાને હૂંફ મળી ગઈ. એણે ધીમા સાદે કીધું, ‘માસી, મને જમણી બાજુની છાતીમાં ગાંઠ જેવું લાગે છે.’
શારદાએ કહ્યું, ‘ચાલ બેટા! આ પડદા પાછળ ટેબલ છે ત્યાં સૂઈ જા.’
વનિતાએ આદેશનું પાલન કર્યું. શારદાએ એનાં ઉપલાં વસ્ત્રો કઢાવ્યાં. જમણા વક્ષસ્થળ પર હાથ મૂક્યો તો વનિતાની ફરિયાદ સાચી લાગી.
શારદાએ ડોક્ટરને સંબોધીને કહ્યું, ‘સાહેબ, મને તો ગાંઠ લાગે છે, તમે એક વાર તપાસી લો તો સારું!’
ત્યાં તો વનિતા બેઠી થઈ ગઈ, ‘ડોક્ટરકાકા મને તપાસશે? ના, મને તો શરમ આવે.’
‘દીકરી, મનુકાકા તો આપણા બાપ જેવા છે. એમનાથી શરમાવાનું ન હોય. તું સૂઈ જા પાછી. હું બાજુમાં ઊભી છું ને!’ શારદાની સમજાવટ કામ કરી ગઈ. વનિતા પાછી ટેબલ પર ચત્તી સૂઈ ગઈ. શારદાએ એની ઓઢણી વડે આંખો ઢાંકી દીધી. પછી ડો. મનુભાઈને બોલાવી લીધા.
ડો. મનુભાઈએ જમણા સ્તન પર હથેળી મૂકીને તપાસ કરી. ગાંઠ અવશ્ય હતી જ. સોપારી જેવો ગોળાકાર વનિતાનાં વક્ષમાં આકાર ધારણ કરી ચૂક્યો હતો.
‘બેટા, ઊભી થઈ જા.’ ડોક્ટરે કહ્યું વનિતા ઊભી થઈ ગઈ. આવું બેટા ને કાકા જેવું સંબોધન પણ ગામડાંના દર્દી-ડોક્ટર વચ્ચે જ જોવા-સાંભળવા મળે. મોટાં શહેરોમાં આ બાબત સમજતાં જરાક વાર લાગે.
વનિતા કપડાં સરખાં કરતી બહાર આવી. ડોક્ટરની સામે પડેલા સ્ટૂલ પર બેસી ગઈ.
ડો. મનુભાઈએ પૂછ્યું, ‘બેટા, એકલી જ આવી છે?’
‘ના, મારી મા છેને સાથે! એ બહાર ઊભી!’, ‘શારદા, આની માને અંદર મોકલ મારી પાસે.’ ડો. મનુભાઈએ સૂચના આપી. વનિતાની મા ગભરાતી, સંકોચાતી, ધીમા પગલે અંદર આવી ને વનિતાની બાજુમાં ઊભી રહી ગઈ. ડોક્ટર શું કહેશે એના વિચાર માત્રથી એ ધ્રૂજી રહી હતી.
‘શું નામ છે બે’ન તમારું?’, ‘લખમી.’, ‘તમે વનિતાની મા થાવ?’, ‘હા, સાહેબ.’, ‘બહેન, ગભરાવાની જરૂર નથી, પણ વનિતાની છાતીમાં સોપારી જેવડી ગાંઠ થઈ છે...’, ‘હેં? ગાંઠ???’
‘અરે બે’ન! મેં હમણાં જ કહ્યુંને, ગભરાવાની જરૂર નથી. હા, સહેજ સાવધાની રાખવાની જરૂર ખરી. મારી સલાહ છે કે દીકરીને અમદાવાદ લઈ જાવ. એક વાર નિષ્ણાત ડોક્ટરને બતાવી આવો. હું ગમે એટલો અનુભવી તોયે ગામડાનો ડોક્ટર! નાનો માણસ કહેવાઉં. આવી કોઈ ગાંઠ છે કે નહીં, એ નિર્દોષ ગાંઠ છે કે પછી...’ ડોક્ટર શબ્દો ગળી ગયા, ‘એમાં પણ મને ગતાગમ ન પડે. એક વાર શહેરના મોટા ડોક્ટર
વનિતાને તપાસીને એવું કહી દે કે એમાં કંઈ નથી એટલે આપણાં મનમાંથી વહેમ નીકળી જાય.’
ડો. મનુભાઈ તોળી તોળીને, સાવધાનીપૂર્વક, એક એક શબ્દની પસંદગી કરીને બોલતા હતા. જાણી જોઈને ‘કેન્સર’ શબ્દનો ઉપયોગ ટાળી રહ્યા હતા.
આખરે વનિતાની મા માની ગઈ. ગામડું ગામ. ગરીબી એની ચરમ સીમા પર. અજ્ઞાનતા પણ એટલી જ, પણ ડો. મનુભાઈની સમજાવટ પછી મા-દીકરી મોટા શહેરમાં જવા માટે સંમત થઈ ગયાં.
ડો. મનુભાઈ તોળી તોળીને, સાવધાનીપૂર્વક, એક એક શબ્દની પસંદગી કરીને બોલતા હતા. જાણી જોઈને ‘કેન્સર’ શબ્દનો ઉપયોગ ટાળી રહ્યા હતા.
આખરે વનિતાની મા માની ગઈ. ગામડું ગામ. ગરીબી એની ચરમ સીમા પર. અજ્ઞાનતા પણ એટલી જ, પણ ડો. મનુભાઈની સમજાવટ પછી મા-દીકરી મોટા શહેરમાં જવા માટે સંમત થઈ ગયાં.
બીજા દિવસે લખમી, એનો વર નાથો અને દીકરી વનિતા અમદાવાદ પહોંચ્યાં. પૂછતાં પૂછતાં એમ.પી. શાહ કેન્સર હોસ્પિટલમાં જઈ પહોંચ્યાં. ડો. મનુભાઈએ લખી આપેલી ચિઠ્ઠી ત્યાંના ડોક્ટરના હાથમાં મૂકી દીધી. ડોક્ટર કેન્સરના નિષ્ણાત હતા. ચિઠ્ઠી વાંચીને મનોમન હસી પડ્યા. આ ગામઠી ડોક્ટરને કેન્સર જેવા રોગમાં શી ખબર પડે?
‘સિસ્ટર, ટેક ધ પેશન્ટ ઓન એક્ઝામિનેશન ટેબલ.’ એમણે નર્સને સૂચના આપી. ગામઠી ડોક્ટરના જેવી મમતા તો ક્યાંથી જોવા મળે મોટા શહેરમાં? પણ ડોક્ટરે તપાસ સરસ રીતે કરી. વનિતાને સંકોચ ન થાય
તેવી રીતે સ્તનની ગાંઠ તપાસી લીધી.
પછી સલાહ આપી ‘દાખલ કરી દો વોર્ડમાં ગાંઠ કેવી છે એ જાણવા માટે બાયોપ્સી કરવી પડશે.’
મા-બાપ ગભરાઈ ગયાં, ‘એટલે? વનિતાનું ઓપરેશન કરવું પડશે? સાહેબ એને કંઈક થઈ તો...?’
પછી સલાહ આપી ‘દાખલ કરી દો વોર્ડમાં ગાંઠ કેવી છે એ જાણવા માટે બાયોપ્સી કરવી પડશે.’
મા-બાપ ગભરાઈ ગયાં, ‘એટલે? વનિતાનું ઓપરેશન કરવું પડશે? સાહેબ એને કંઈક થઈ તો...?’
ડોક્ટરને અડધો કલાક લાગી ગયો એ સમજાવતાં કે બાયોપ્સી એ કોઈ મોટું ઓપરેશન નથી, શરીરના કોઈ પણ ભાગમાં ગાંઠ ઉત્પન્ન થાય તો એ નિર્દોષ છે કે કેન્સરની છે એના નિદાન માટે બાયોપ્સી કરવી જ પડે છે. એમાં આખી ગાંઠ અથવા એમાંથી એક ટુકડો લઈને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે છે. એનો રિપોર્ટ આવ્યા બાદ નિદાન વિશે માહિતી મળે છે.
વનિતાના બ્રેસ્ટ ટ્યુમરની બાયોપ્સી કરવામાં આવી. રિપોર્ટ શંકાસ્પદ આવ્યો. વનિતાની છાતીની ગાંઠમાં કેન્સરની શરૂઆતમાં જોવા મળે તેવા કેટલાક કોષો દેખાતા હતા. એનો ફેલોવો હજુ થયો ન હતો, પણ જો
સમયસર ચાંપતાં પગલાં ભરવામાં ન આવે તો ગમે ત્યારે, ન ગમે તેવું થઈ શકતું હતું.
કેન્સર સર્જને યોગ્ય દિવસ પસંદ કરીને વનિતાની પૂરી ગાંઠ ઓપરેશન દ્વારા દૂર કરી આપી. થોડા દિવસ બાદ જ્યારે વનિતાને રજા આપવાનો સમય આવ્યો ત્યારે કેન્સરના નિષ્ણાત ડોક્ટરે વનિતાને અને એનાં માતા-પિતાને પાસે બેસાડીને કહ્યું,
કેન્સર સર્જને યોગ્ય દિવસ પસંદ કરીને વનિતાની પૂરી ગાંઠ ઓપરેશન દ્વારા દૂર કરી આપી. થોડા દિવસ બાદ જ્યારે વનિતાને રજા આપવાનો સમય આવ્યો ત્યારે કેન્સરના નિષ્ણાત ડોક્ટરે વનિતાને અને એનાં માતા-પિતાને પાસે બેસાડીને કહ્યું,
‘મારે આજે એક વાત કબૂલ કરવી છે. અત્યાર સુધી હું એવા જ ભ્રમમાં રાચતો હતો કે માત્ર શહેરોમાં પ્રેક્ટિસ કરનારા મોટી મોટી ડિગ્રીઓ ધરાવતા ડોક્ટરો જ હોશિયાર હોય છે, ગામડાંઓમાં પ્રેક્ટિસ કરતા ડોક્ટરોને શું ખબર પડતી હશે? પણ વનિતાને મળ્યા પછી મારો એ ભ્રમ ભાગી ગયો. તમારા સાવ નાનકડા ગામડાના સાવ કાચી-પાકી ડિગ્રી ધરાવતા ડોક્ટરે આ કાચી-કુંવારી છોકરીની તપાસ કરીને જે સંભાવિત નિદાન કરી આપ્યું એ મારા માટે કલ્પના બહારની ઘટના છે. જો ડો. મનુભાઈએ યોગ્ય સમયે નિદાન ન કર્યું હોત તો વનિતાની ગાંઠ ખૂબ મોટી થઈ ગઈ હોત અને એની બીમારી સારવારની સરહદની
પેલે પાર નીકળી ગઈ હોત! ઘરે જઈને તમે લોકો મારા વતી ડો. મનુભાઈને અભિનંદન આપી આવજો.’
વનિતા એ પછી પણ નિયમિત સમયાંતરે કેન્સર હોસ્પિટલની મુલાકાત લેતી રહી, ચેકઅપ કરાવતી રહી. છેવટે એક દિવસ કેન્સર સ્પેશિયાલિસ્ટે કહી દીધું, ‘હવે તું સંપૂર્ણપણે ભયમુક્ત છો. હવે મારી પાસે આવવાની જરૂર નથી.’
વનિતા એ પછી પણ નિયમિત સમયાંતરે કેન્સર હોસ્પિટલની મુલાકાત લેતી રહી, ચેકઅપ કરાવતી રહી. છેવટે એક દિવસ કેન્સર સ્પેશિયાલિસ્ટે કહી દીધું, ‘હવે તું સંપૂર્ણપણે ભયમુક્ત છો. હવે મારી પાસે આવવાની જરૂર નથી.’
વનિતાની જિંદગી એક ‘બ્રેક’ પછી ફરી પાછી એના મૂળ પાટા પર દોડવા માંડી. ભણી-ગણીને એ જોબ કરવા લાગી.
વનિતા જ્યારે બાવીસ વર્ષની થઈ ત્યારે પ્રેમમાં પડી. એની જ ઓફિસમાં કામ કરતા તેજસ્વી યુવાન વિહંગને એ ગમી ગઈ. બંનેના પરિવારોએ આ સંબંધને વધાવી લીધો. વનિતાએ લગ્ન કરતા પહેલાં પોતાની જૂની મેડિકલ ફાઇલ વિંહગની સામે ધરી દીધી, ‘વર્ષો પહેલાં મને બ્રેસ્ટ ટ્યુમર થયું હતું. એનું ઓપરેશન કરવું પડ્યું હતું, હવે એની જરા પણ અસર બચી નથી. છતાં પણ તું ઇચ્છે તો આ ફાઇલ કોઈ પણ ડોક્ટરને બતાવી શકે છે.’
વિહંગે સહેજ અમથું હસી લીધું. ફાઇલ ફેંકી દીધી. વનિતાના ગાલ પર બે હોઠોનું વહાલ જમાવી દીધું, ‘ગાંડી! તારી ફાઇલ પણ હવે હું અને તારી લાઇફ પણ હવે હું જ છું. આ કાગળોનું હવે કંઈ જ કામ નથી, હવે કામ માત્ર કંકોતરીનું છે.’બંને પરણી ગયાં. લગ્ન પછી છેડાછેડી છોડવા માટેનો સમય આવ્યો. વિહંગે કહ્યું, ‘અમારા કુટુંબમાં એવો રિવાજ છે કે નવપરિણીત દંપતીએ છેડાછેડી છોડવા માટે અમારાં કુળદેવીના થાનકે જવું પડે. અમારી કુળદેવી...’
‘જસ્ટ એ મિનિટ!’ વનિતાએ પતિને અટકાવ્યો, ‘કુળદેવીના થાનકે તો જઈશું જ આપણે. છેડાછેડી પણ ત્યાં જઈને જ છોડીશું, પણ એ પહેલાં મારે એક જગ્યાએ જવું છે.’
‘હુકમ કર, મારી રાણી!’
‘મારી અંગત જિંદગીના પણ એક કુળદેવતા છે. એ છે ડો. મનુકાકા. જો એમણે મારું નિદાન ન કર્યું હોત તો હું ક્યારનીયે રાખ બનીને હવામાં વિખેરાઈ ગઈ હોત. મારી તીવ્ર ઇચ્છા છે કે એક વાર ગામડે જઈને
એમના દવાખાનામાં જઈને એમને પગે લાગી આવું.’
વિહંગે તરત જ વાતને વધાવી લીધી, ‘તું જેવું ઇચ્છે છે તેમ જ થશે. એ ખખડેલું દવાખાનું એ જ આપણા દેવતાનું થાનક! અને એ વયોવૃદ્ધ મનુકાકા એ જ તારા-મારા કુળદેવતા!’
વિહંગે તરત જ વાતને વધાવી લીધી, ‘તું જેવું ઇચ્છે છે તેમ જ થશે. એ ખખડેલું દવાખાનું એ જ આપણા દેવતાનું થાનક! અને એ વયોવૃદ્ધ મનુકાકા એ જ તારા-મારા કુળદેવતા!’
No comments:
Post a Comment