સલય પ્રાઇવેટ લાઇબ્રેરીમાં ગયો તો હતો શાંતિથી પુસ્તક વાંચવા માટે પણ એક પૃષ્ઠ પણ પૂરું વાંચી શક્યો નહીં. માથા પર ટર્મિનલ એક્ઝામ ઝળુંબી રહી હતી. કેરીઅર બનાવવી હોય તો મહત્ત્વની પરીક્ષા હતી. ઘર મોટું હતું, વાંચવા માટે ખાસ અલાયદો કમરો હતો. પણ ઘરમાં શાંતિ હતી. દિવસભર કોલાહલ! આવામાં વાંચન માટે અતિઆવશ્યક એવી એકાગ્રતા ક્યાંથી મેળવવી?
એક સાંજે એની મોટી બહેને એને ઉપાય બતાવ્યો, 'ભાઇ, તું ઘરે રહીને નહીં ભણી શકે; કોલેજની લાઇબ્રેરીમાં ભીડ બહુ હોય છે. મોટાભાગે ખાલી ખુરશી નથી મળતી. તું પ્રાઇવેટ લાઇબ્રેરીમાં જવાનું રાખ.'
'તારી વાત સાચી લાગે છે, દીદી. તું બતાવ કે મારે ક્યાં જવું જોઇએ?'
'આપણાં એરિયામાં એક મોટું પુસ્તકાલય આવેલું છે; એમાં બે વિભાગ છે. એક વિભાગમાં સાહિત્યનાં પુસ્તકોનો ભંડાર આવેલો છે. ત્યાં બેસીને ઘણા લોકો સાહિત્યની બુક્સ વાંચે છે. બીજા વિભાગમાં માત્ર રીડિંગ રૂમ છે. મોટા લંબગોળ ટેબલ ફરતે ત્રીસેક જેટલી ખુરશીઓ ગોઠવેલી છે. ત્યાં બધા એક્ઝામ-ગોઇંગ સ્ટુડન્ટ્સ વાંચવા માટે આવતા હોય છે. પિન ડ્રોપ સાઇલન્સ હોય છે.'
'રીઅલી?'
'હા, હું આઠ મહિના ત્યાં રીડિંગ માટે જતી હતી. ત્યાં જવાનો સૌથી મોટો ફાયદો છે કે ત્યાં આપણને ઓળખતું હોય એવું કોઇ ભટકાઇ જતું નથી; એટલે આખો દિવસ એકાગ્રતાપૂર્વક રીડિંગ કરી શકાય છે. વચ્ચે જો ફ્રેશ થવું હોય તો સાહિત્યના વિભાગમાં ચક્કર મારી આવવાનું.'
બીજા દિવસથી કિસલય લાઇબ્રેરીમાં પહોંચી ગયો. દીદીની વાતમાં તથ્ય જણાયું. પહેલાં પુસ્તકોના વિભાગમાં જઇ ચડ્યો. ત્યાં એક પીઢ વયનો લાઇબ્રેરિયન બેઠો હતો. આજન્મ દીવેલિયું ડાચું લઇને. આવતાં-જતાં પુસ્તક-પ્રેમીઓને સાક્ષીભાવે, વિરક્તિપૂર્ણ નજરે જોયા કરતો હતો. કબાટોમાં પુરાયેલા જ્ઞાન અને સાક્ષરતાના ભંડાર સાથે એને સ્નાન-સૂતકનો પણ સંબંધ જણાતો હતો.
કિસલયને જોઇને એણે મગરની જેમ જડબાં ફાડ્યાં; બગાસું ખાધું, પછી સવાલ પૂછવાની એની નોકરી હતી સવાલ એણે પૂછી લીધો: 'બુક બદલાવવા આવ્યા છો? કાર્ડ લાવ્યા છો સાથે? નવા મેમ્બર લાગો છો; પહેલાં ક્યારેય જોયા હોય એવું.....'
'ના, હું નવો કે જૂનો મેમ્બર નથી. હું બુક લેવા માટે નથી આવ્યો. પરીક્ષા માટે...'
'રીડિંગ રૂમ ત્યાં છે.' લાઇબ્રેરિયને આંગળી વડે દિશા બતાવી દીધી.
કિસલય ગયો. રીડિંગ રૂમ લગભગ ખાલી હતો. મોટા લંબગોળ ટેબલ ફરતે પોલિશ કરેલી અને ગાદીની બેઠકવાળી ખુરશીઓ મૂકેલી હતી. ઊંચી છત અને ચાર મોટા પંખાઓના કારણે રૂમમાં સારી એવી ઠંડક હતી.
પણ સૌથી વધુ તો ઠંડક તો આંખને પહોંચી જ્યારે કિસલયની નજર સામા છેડા પરની ખુરશીમાં બેઠેલી એક સુંદર છોકરી પર પડી.
અવશપણે એનાં રૂપથી ખેંચાઇને કિસલય છેક એની પાસે જઇને એની બાજુની ખુરશીમાં ગોઠવાઇ ગયો. બુક કાઢીને વાંચવા લાગ્યો.
પૂરી પંદર મિનિટ પસાર થઇ ગઇ પણ કિસલય એક પૃષ્ઠ પણ વાંચી શક્યો નહીં. એનું ધ્યાન, એની નજર, એની તમામ ઇન્દ્રિય પેલી છોકરીની તરફ ખેંચાયા કરતી હતી.
હવે છોકરીને પણ ખબર પડી ગઇ. એણે એક પણ વાર માથું ઊંચું કરીને કિસલયની તરફ જોયું હતું, તો પણ એને ખબર પડી ગઇ કે કોઇ એની તરફ ટીકી-ટીકીને જોઇ રહ્યું છે.
આખરે અકળાઇ ઊઠી, 'વિલ યુ પ્લીઝ બીહેવ લાઇક જેન્ટલમેન?'
'જેન્ટલમેનની જેમ એટલે તમે શું કહેવા માગો છો? હું જેન્ટલમેન છું.'
'જેન્ટલમેન ડઝ નોટ હેવ હેબિટ ઓફ સ્ટેરિંગ એટ ગર્લ્સ.' પેલીએ ચાબખો ફટકાર્યો.
કિસલય સમસમી ઊઠ્યો. આખા રૂમમાં એકલો હતો, તેમ છતાં એને લાગ્યું કે કોઇએ એના સ્વમાન પર ઘા કર્યો છે. પછી એણે છોકરીની દિશામાં ધાર પણ મારી. બુકની અંદર ખૂંપી ગયો. કલાક, દોઢ કલાક, બે કલાક. કિસલયનું માથું એક વાર પણ આડુંઅવળું થયું.
'સોરી!' અચાનક કિસલયના કાનમાં ધીમો મંજુલ સ્વર પડ્યો. એણે માથું ઘુમાવ્યું. બાજુની ખુરશીમાં બેઠેલો ચાંદનો ટુકડો રૂપાની ઘંટડી રણઝણાવી રહ્યો હતો.
'સોરી? શેના માટે?' કિસલયે છણકો કર્યો.
'મેં નાહકનું તમારું અપમાન કર્યું બદલ.' છોકરીની આંખોમાં વિનંતી હતી, ક્ષમાયાચના હતી અને ચહેરા પર દિલગીરી લીંપાયેલી હતી.
કિસલય રૂપાળા ચહેરાને તાકી રહ્યો. એક પળ માટે ચહેરાને બે હથેળીમાં સમાવીને ચૂમી લેવાની ઇચ્છા થઇ આવી. પણ એણે નારાજગીનો અભિનય ચાલુ રાખ્યો.
'એ અપમાન કર્યાની વાતને તો બે કલાક થઇ ગયા.'
'હા, પણ હવે બે કલાકના અંતે સમજાયું કે તમે ખરાબ માણસ નથી, જેવા મેં તમને ધારી લીધા હતા.'
'તો? હવે તમને હું કેવો માણસ લાગું છું?'
'યુ આર પરફેક્ટ જેન્ટલમેન.' યુવતીએ એવા અંદાઝમાં કહ્યું, સાથે જમણા હાથની તર્જની અને અંગૂઠાની મદદથી એવો ઇશારો કર્યો કે કિસલયના કોઠે-કોઠે દીવા ઝગમગી ઊઠ્યા.
'ચાલો, વાત પર ચા થઇ જાય!' કિસલયે કહ્યું. બંને ઊભાં થયાં. લાઇબ્રેરીના ગેટ પાસે ફૂટપાથ પર ચાની કીટલી હતી. અડધી કટિંગની સાક્ષીએ પરિચય પાંગર્યો.
યુવતીનું નામ કમાન કોઠારી. સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતાં મા-બાપની સંસ્કારી દીકરી.
'ઘરમાં માત્ર એક રૂમ છે અને રસોડું. મમ્મી-પપ્પા, નાનાં ભાઇ-બહેન, અડોશી-પડોશી બધાં રૂમમાં આવે-જાય. એટલે વાંચવા માટે અહીં આવું છું.' કમાને ટૂંકમાં પોતાના વિષેની માહિતી જણાવી દીધી.
સાંજે ઘરે આવીને કિસલયે પહેલું કામ દીદીનો આભાર માનવાનું કર્યું. દીદીને સમજાયું નહીં કે રીડિંગ રૂમમાં ભાઇને એવી તે કેવી મઝા આવી ગઇ કે આટલો બધો આભાર માને છે!
પછી તો નિત્યક્રમ બની ગયો. પણ હવે એક પ્રેક્ટિકલ પ્રોબ્લેમ ઊભો થયો. રીડિંગ રૂમમાં વાંચવા માટે આવનારાઓની સંખ્યા વધવા માંડી. કમાન અને કિસલય એકલાં હોય એવું બનતું હતું.
કિસલયના દિલમાં ઉમંગો ઉછાળા મારતા હતા. રોજ એકવાર ચા પીવાના બહાને કમાનને બહાર લઇ જતો હતો; પણ એમાંય બીજા સ્ટુડન્ટ્સ કબાબમેં હડ્ડી બનીને સાથે આવતા હતા.
એક દિવસ કિસલયને રસ્તો જડી ગયો. રીડિંગ રૂમમાંથી ઊભો થઇને પુસ્તકોના વિભાગમાં ગયો. ગ્રંથપાલને વિનંતી કરી, 'મારે એક બુક જોઇએ છે. ઘરે લઇ જવા માટે નહીં, અહીં વાંચવા માટે. માત્ર દસ મિનિટમાં પાછી આપી દઇશ.'
લાઇબ્રેરિયન આટલા દિવસોથી એને જોયા કરતો હતો. આંખની ઓળખાણ બંધાઇ ગઇ હતી. એણે સાક્ષીભાવે હા પાડી દીધી. કિસલય કબાટ પાસે ગયો. ધાર્મિક ગ્રંથોનું કબાટ હતું. એની નજર રામાયણ ઉપર પડી. લઇને કિસલય રીડિંગ રૂમમાં પાછો આવ્યો. બરાબર કમાનની સામે બેસી ગયો. નોટબુકમાંથી એક પાનું ફાડ્યું. પ્રેમપત્ર લખી નાખ્યો. પછી કમાન જોઇ શકે તેવી રીતે એણે પત્ર રામાયણનાં પૃષ્ઠો વચ્ચે ગોઠવી દીધો. ઊભો થઇને રામાયણ યથાસ્થાને મૂકી આવ્યો.
કમાન ઘણું બધું સમજી ગઇ. પણ ઊભી થઇને પુસ્તક વિભાગમાં ગઇ. રામાયણ શોધી કાઢ્યું. અંદરથી પત્ર ખોળી કાઢ્યો. વાંચી લીધો. પત્રમાં કિસલયે સ્પષ્ટપણે લખ્યું હતું, 'તું મને ખૂબ ગમે છે, પણ આવું મોઢામોઢ કહેવાની હિંમત ક્યાંથી લાવું? હું તો પરફેક્ટ જેન્ટલમેન છું ને? ક્યાંક તારી નજરમાંથી ગબડી જાઉં તો? માટે રસ્તો અપનાવ્યો છે. જો તારી ના હોય તો માની લેજે કે પ્રેમપત્ર મેં નથી લખ્યો. હું તો છૂટો પડીશ. જો મારામાં હિંમત હોત તો લેટર તારા હાથમાં ના મૂકી દેત?'
લિખિતંગમાં નામ પણ હતું. કમાનને હસવું આવી ગયું. ખૂબ વિચારના અંતે એણે જવાબ તૈયાર કર્યો, 'ગમે તો તું પણ મને છે. પણ મારા ઘરની આર્થિક સ્થિતિ ખૂબ નબળી છે. તું તો રોજ મોંઘી કારમાં આવે છે. તારા જેવા ધનવાન પરિવારમાં વહુ બનીને આવવાનું સપનું મારાથી જોવાય.' કાગળ પણ રામાયણની ટપાલપેટીમાં પોસ્ટ થયો.
પછી તો રોજનો સિલસિલો શરૂ થઇ ગયો. જો ધાર્યું હોત તો બંને જણાં હાથોહાથ પત્ર-વ્યવહાર કરી શક્યાં હોત; પણ રામાયણની પોસ્ટલ સર્વિસ એમને ગમી ગઇ હતી.
બધી ગતિવિધિ જોઇ રહેલા લાઇબ્રેરિયનને એક દિવસ જિજ્ઞાસા થઇ. મારા બેટા બંને રોજ-રોજ રામાયણનું શું કરતાં હશે? એણે છાનબિન શરૂ કરી. પ્રેમી-પ્રેમિકાના પત્રો વચ્ચેથી વાંચવા લાગ્યો. બે મહિના સુધી ક્રમ ચાલતો રહ્યો. કિસલય-કમાનનો સાચો પ્રેમ, વફાદારી, નિષ્ઠા, સમાજનો ડર, ઘરમાંથી ના સાંભળવી પડશે એવી શંકા, ચિંતા, તણાવ, મૂંઝવણ, હતાશા, આંસુ, ડૂમો; બધું ગ્રંથપાલે જાતે જોયું, વાંચ્યું અને જાણ્યું.
એક દિવસ દીવેલિયા ડાચાવાળા માણસે પોતાની ઉદાસીનતા, વિરક્તિ અને આળસનો ત્યાગ કર્યો. સીધો કિસલયના બંગલે પહોંચી ગયો. કિસલયના ફેમિલીને સહુ ઓળખે. ત્યાં જઇને લાઇબ્રેરિયને બધી માહિતી ઠાલવી દીધી, 'છોકરી ભલે ગરીબ ઘરની છે, પણ રૂપમાં રૂપું છે અને સંસ્કારમાં સોનું! વાત તમારા સુધી લાવવાની બંને બચ્ચાઓમાં હિંમત નથી. માટે હું ચાલુ ડ્યૂટીએ આવ્યો છું. પવિત્ર કામ સમજીને લાવ્યો છું. રામાયણની સાક્ષીએ જાગેલો અને પાંગરેલો પ્રેમ છે. રામ-સીતાની જોડીને વધાવી લો સારું છે. બાકી સીતા કોઇ રાવણના પલ્લે....'
'બસ, ભાઇ!' કિસલયના પપ્પા બોલી ઊઠ્યા, 'હવે વધુ કંઇ બોલશો. અમને સંબંધ મંજૂર છે. તમે અત્યારે ત્યાં જઇને બંનેને ઘરે મોકલો. ત્યાં સુધીમાં...'

No comments:
Post a Comment